Get App

ગુજરાતમાં ચોમાસાનો વિરામ! ગરમી વધશે, પણ ક્યારે આવશે વરસાદનો નવો રાઉન્ડ?

Gujarat weather update: હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં હાલ વરાપ અને છૂટાછવાયા ઝાપટાં જોવા મળી રહ્યા છે. દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશામાં ફૂંકાતા પવનોને કારણે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધ-ઘટ જોવા મળશે.

MoneyControl Newsઅપડેટેડ Aug 08, 2025 પર 10:13 AM
ગુજરાતમાં ચોમાસાનો વિરામ! ગરમી વધશે, પણ ક્યારે આવશે વરસાદનો નવો રાઉન્ડ?ગુજરાતમાં ચોમાસાનો વિરામ! ગરમી વધશે, પણ ક્યારે આવશે વરસાદનો નવો રાઉન્ડ?
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

Gujarat weather update: ગુજરાતમાં ચોમાસાની મોસમ વચ્ચે હવે વરસાદે જાણે થોડો વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ રાજ્યના લોકોને ભર ચોમાસે ગરમીનો સામનો કરવો પડી શકે છે. પરંતુ, આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો અને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે.

હાલનું હવામાન: વરાપ અને ગરમીનો માહોલ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં હાલ વરાપ અને છૂટાછવાયા ઝાપટાં જોવા મળી રહ્યા છે. દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશામાં ફૂંકાતા પવનોને કારણે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધ-ઘટ જોવા મળશે. રાજ્યમાં મોનસૂન ટ્રફ લાઈન હાલ રાજ્યની બહાર છે, જેના કારણે વરસાદની ગતિવિધિ ઓછી થઈ છે. અમદાવાદ સહિત અન્ય શહેરોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આગામી દિવસોમાં શું થશે?

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે, OLR (Outgoing Longwave Radiation) ફરીથી નીચે આવી રહ્યું છે, આના પરિણામે તાપમાનમાં ઘટાડો થશે અને ગરમીથી રાહત મળશે. 500 hPa લેવલે વાદળોનું આગમન શરૂ થતાં ખુલ્લું વાતાવરણ અને તડકો ઘટશે, જે ચોમાસુ પાક માટે ફાયદાકારક સાબિત થશે.

ચોમાસુ પાક માટે સારા સમાચાર

આ હવામાનના ફેરફારો ખાસ કરીને ખેડૂતો માટે રાહત લાવશે. વધતા તાપમાનથી પાક સુકાઈ રહ્યા હતા, પરંતુ વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ પાકને સુરક્ષિત રાખવામાં મદદ કરશે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે આ ફેરફારો આશીર્વાદરૂપ સાબિત થશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો