Get App

Nipah Virus: પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસનો ફફડાટ! 2 શંકાસ્પદ કેસ મળતા કેન્દ્ર સરકાર એલર્ટ, જે.પી. નડ્ડાએ મમતા બેનર્જીને ફોન કરીને કહી આ વાત

Nipah Virus West Bengal: પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના 2 શંકાસ્પદ કેસ સામે આવતા તંત્ર દોડતું થયું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ CM મમતા બેનર્જી સાથે વાત કરી મદદની ખાતરી આપી છે. જાણો આ વાયરસના લક્ષણો અને હેલ્પલાઇન નંબર વિશે વિગતે.

MoneyControl Newsઅપડેટેડ Jan 13, 2026 પર 2:34 PM
Nipah Virus: પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસનો ફફડાટ! 2 શંકાસ્પદ કેસ મળતા કેન્દ્ર સરકાર એલર્ટ, જે.પી. નડ્ડાએ મમતા બેનર્જીને ફોન કરીને કહી આ વાતNipah Virus: પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસનો ફફડાટ! 2 શંકાસ્પદ કેસ મળતા કેન્દ્ર સરકાર એલર્ટ, જે.પી. નડ્ડાએ મમતા બેનર્જીને ફોન કરીને કહી આ વાત
મળતી માહિતી મુજબ, ઉત્તર 24 પરગના જિલ્લાના બારાસતમાં આવેલી એક ખાનગી હોસ્પિટલના બે મેલ નર્સના રિપોર્ટમાં નિપાહ વાયરસ હોવાની શંકા છે.

Nipah Virus West Bengal: પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ મળતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ તરત જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ફોન પર વાતચીત કરી હતી. તેમણે મમતા બેનર્જીને ખાતરી આપી છે કે કેન્દ્ર સરકાર આ મામલે રાજ્યને તમામ પ્રકારની મદદ પૂરી પાડશે.

નિપાહ વાયરસ એક જીવલેણ બીમારી હોવાથી તેના ફેલાવાનો ડર હંમેશા રહેતો હોય છે. તેથી જ સરકાર આ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે અને સાવચેતીના તમામ પગલાં લઈ રહી છે.

ક્યાં મળ્યા આ બંને દર્દીઓ?

મળતી માહિતી મુજબ, ઉત્તર 24 પરગના જિલ્લાના બારાસતમાં આવેલી એક ખાનગી હોસ્પિટલના બે મેલ નર્સના રિપોર્ટમાં નિપાહ વાયરસ હોવાની શંકા છે. રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બંને સંક્રમિત લોકોનો બીજા કોઈ રાજ્યમાં જવાનો રેકોર્ડ મળ્યો નથી. જોકે, તપાસમાં એવું સામે આવ્યું છે કે તેઓ વર્ધમાન (બર્દવાન) ગયા હતા.

તંત્ર દ્વારા હવે તાત્કાલિક ધોરણે 'કોન્ટેક્ટ ટ્રેસિંગ' શરૂ કરી દેવામાં આવ્યું છે, એટલે કે આ લોકો જેમના પણ સંપર્કમાં આવ્યા હોય તેમની તપાસ કરવામાં આવશે. અત્યારે જે પ્રાઇવેટ હોસ્પિટલમાં આ બંને સંક્રમિત છે, ત્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. હેલ્થ ડિપાર્ટમેન્ટે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે કે સરકાર સારવારમાં તમામ મદદ કરશે અને લોકોને ગભરાવાની જરૂર નથી.

5 જાન્યુઆરીથી બીમાર હતા દર્દીઓ

સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, આ બંને દર્દીઓ 5 જાન્યુઆરીથી બીમાર હતા. કલ્યાણી AIIMS માં થયેલા ટેસ્ટ બાદ તેમના શરીરમાં નિપાહ વાયરસ હોવાની પુષ્ટિ થઈ હતી. હવે વધુ તપાસ અને કન્ફર્મેશન માટે તેમના સેમ્પલનું ફરીથી ટેસ્ટિંગ કરવામાં આવશે. આ બંને લોકો રાજ્યના બે અલગ-અલગ જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. સરકારે લોકોની મદદ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો