Olympic 2036: ભારતે ઓલિમ્પિક 2036ની યજમાની માટે પોતાનું નામ આગળ કર્યું છે, જેમાં અમદાવાદને મુખ્ય શહેર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે 1 જુલાઈ, 2025ના રોજ સ્વિટ્ઝરલેન્ડના લુસાને ખાતે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીના હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ IOAના પ્રમુખ અને દિગ્ગજ એથ્લીટ પીટી ઉષાએ કર્યું હતું.