Online Scam: હૈદરાબાદના પોલીસ કમિશનર સીવી આનંદે સોમવારે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 15,000 ભારતીયો કે જેઓ તાજેતરમાં ચીની ઓપરેટરો દ્વારા આચરવામાં આવેલી રૂપિયા 700 કરોડથી વધુની ક્રિપ્ટો વોલેટ ઇન્વેસ્ટમેન્ટ છેતરપિંડીનો ભોગ બન્યા છે તેઓ "ઉચ્ચ પગારવાળા સોફ્ટવેર પ્રોફેશનલ્સ" છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભોગ બનનારને યુટ્યુબ વિડિયો પસંદ કરવા અથવા ગૂગલ રિવ્યુ લખવા જેવા સરળ કાર્યો સોંપવામાં આવ્યા હતા અને તે પૂર્ણ થવા પર પૈસા આપવાનું વચન આપવામાં આવ્યું હતું.

