Kedarnath temple: વિશ્વ પ્રસિદ્ધ ભગવાન કેદારનાથ ધામના દ્વાર સામાન્ય ભક્તો માટે વૈદિક મંત્રોચ્ચાર અને અનુષ્ઠાન સાથે ખોલવામાં આવ્યા હતા. કેદારનાથ રાવલ ભીમાશંકર લિંગ અને મુખ્ય પૂજારી શિવશંકર લિંગે પ્રશાસન અને BKTC અધિકારીઓ અને અધિકાર ધારકોની હાજરીમાં મંદિરના કપાટ ખોલ્યા. સવારે 7:00 કલાકે મંદિરના કપાટ ખુલતાની સાથે જ જય બાબા કેદારના નારા સાથે ભક્તોના દર્શન શરૂ થયા હતા. દ્વાર ખોલવાના પ્રસંગે હેલિકોપ્ટર દ્વારા મંદિર પર પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી પુષ્કર ધામી ધામ પહોંચ્યા અને બાબા કેદારના દર્શન કર્યા.