Get App

'ટીકાકારોએ મને મારી અંદર જોતા શીખવ્યું', પીએમ મોદીના રાજકીય સફરના 25 વર્ષ પૂર્ણ, સેવા જ્યોતિ કાર્યક્રમમાં કહી આ મોટી વાતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનપ્રતિનિધિ તરીકે 25 વર્ષ પૂર્ણ કર્યા છે. 'સેવા જ્યોતિ' કાર્યક્રમમાં પીએમ મોદીએ ટીકાકારો, દેશની જનતા અને તેમના રાજકીય સફર વિશે શું કહ્યું? વાંચો લેટેસ્ટ ન્યૂઝ.

MoneyControl Newsઅપડેટેડ Oct 07, 2026 પર 2:57 PM
'ટીકાકારોએ મને મારી અંદર જોતા શીખવ્યું', પીએમ મોદીના રાજકીય સફરના 25 વર્ષ પૂર્ણ, સેવા જ્યોતિ કાર્યક્રમમાં કહી આ મોટી વાતો'ટીકાકારોએ મને મારી અંદર જોતા શીખવ્યું', પીએમ મોદીના રાજકીય સફરના 25 વર્ષ પૂર્ણ, સેવા જ્યોતિ કાર્યક્રમમાં કહી આ મોટી વાતો
પોતાના પર સતત 25 વર્ષ સુધી વિશ્વાસ મૂકવા બદલ પીએમ મોદીએ દેશની જનતા સામે મસ્તક ઝુકાવીને આભાર માન્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે જાહેર જીવનમાં પોતાના 25 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ ઐતિહાસિક અવસરે પીએમ મોદીએ 'સેવા જ્યોતિ' કાર્યક્રમમાં હાજરી આપી હતી અને દેશની જનતાને સંબોધિત કરી હતી. 7 ઓક્ટોબર 2001 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ થયેલી તેમની સફર આજે દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચી છે. કાર્યક્રમમાં તેમણે પોતાના અનુભવો અને સંઘર્ષની વાતો લોકો સાથે શેર કરી હતી.

'ટીકાકારોએ મને મારી અંદર જોતા શીખવ્યું'

કાર્યક્રમમાં પોતાના 25 વર્ષના અનુભવો શેર કરતા પીએમ મોદીએ કહ્યું કે, "જ્યારે હું પાછળ વળીને જોઉં છું, ત્યારે મને માત્ર કૃતજ્ઞતાનો ભાવ જ દેખાય છે." તેમણે કહ્યું કે જેણે મને જિતાડ્યો, તેણે મને વિનમ્ર રહેતા શીખવ્યું અને જેણે મને પાડ્યો, તેણે મને ફરી ઊભા થતા શીખવ્યું. શુભચિંતકોએ મને પ્રોત્સાહન આપ્યું અને ટીકાકારોએ મને મારી અંદર જોતા શીખવ્યું. વિરોધ કરનારાઓએ મને લોકશાહીની સાચી તાકાત સમજાવી. મારા જીવનમાં આવેલું દરેક સંકટ મારી ધીરજની કસોટી સમાન હતું અને દરેક સફળતાએ મારી જવાબદારીઓમાં વધારો કર્યો છે.

જનતા જ મારો ભગવાન છે: પીએમ મોદી

પોતાના પર સતત 25 વર્ષ સુધી વિશ્વાસ મૂકવા બદલ પીએમ મોદીએ દેશની જનતા સામે મસ્તક ઝુકાવીને આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, "મારા માટે જનતા જ ભગવાન છે અને ભારતીય જનતા પાર્ટીના લાખો પરિશ્રમી કાર્યકર્તાઓ મારી અસલી તાકાત છે." દેશના નાગરિકોનો મારા પર સૌથી પહેલો હક છે. વિધાનસભા હોય કે લોકસભા ચૂંટણી, જનતાએ હંમેશા મને તેમની સેવા કરવા માટે જ પસંદ કર્યો છે. હું દેશના લોકતંત્ર અને બંધારણને નમન કરું છું.

2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ

પીએમ મોદીએ જણાવ્યું કે આજે સવારે તેમણે શ્રી વિનાયક મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યાં તેમણે 140 કરોડ દેશવાસીઓ માટે પ્રાર્થના કરી અને પોતાના માટે દેશની રાત-દિવસ સેવા કરવાની વધુ શક્તિ માંગી. તેમણે લાલ કિલ્લા પરથી આપેલા 'સબકા પ્રયાસ' ના નારાને યાદ કરતા કહ્યું કે, ભારત 2047 માં ચોક્કસ વિકસિત દેશ બનશે અને આપણે તે કરીને જ રહીશું.

બધા સમાચાર

+ વધુુ વાંચો