પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રામ નવમી નિમિત્તે તમિલનાડુની મુલાકાતે છે. આ દરમિયાન, પીએમ મોદીએ બહુપ્રતિક્ષિત નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. જે ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ છે. આ પુલ મુખ્ય ભૂમિને રામેશ્વરમ ટાપુ સાથે જોડે છે. તે દરિયાકાંઠાના માળખાગત સુવિધાઓમાં જોડાણ અને નવીનતાનું આધુનિક પ્રતીક છે. નવા પંબન રેલ બ્રિજના ઉદ્ઘાટનની સાથે, પીએમ મોદીએ રામેશ્વરમ-તાંબરમ (ચેન્નાઈ) નવી ટ્રેન સેવાને પણ લીલીઝંડી આપી હતી.