ગુરુવારે રશિયાના દૂર પૂર્વમાં લગભગ 50 લોકો સાથેનું એક પેસેન્જર વિમાન ગુમ થઈ ગયું. જોકે, IFAX અનુસાર, પૂર્વ અમુર ક્ષેત્રમાં વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. અનેક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે વિમાનમાં સવાર તમામ લોકો માર્યા ગયા હતા અને કોઈ બચ્યું ન હતું. જોકે, આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ વિમાન AN-24 પેસેન્જર વિમાન હતું અને સાઇબિરીયાની અંગારા એરલાઇન્સ દ્વારા સંચાલિત હતું.