ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ મોનસૂન સીઝનમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર પાણી ભરાવા અને ભૂસ્ખલન જેવી સમસ્યાઓનો સામનો કરવા માટે નવી યોજના શરૂ કરી રહ્યું છે. આ પહેલ હેઠળ, NHAI મુસાફરોને રીઅલ-ટાઇમ મોનસૂન અપડેટ આપશે, જેથી ડ્રાઇવરોને વરસાદની સચોટ માહિતી મળી શકે અને ધોરીમાર્ગ પર ડ્રાઇવિંગ સુરક્ષિત બને.