Top 10 philanthropists: ગત નાણાકીય વર્ષમાં દેશમાં સૌથી વધુ દાન આપનાર અબજોપતિઓની યાદી બહાર આવી છે. આ સમયગાળા દરમિયાન, 119 અમીર લોકોએ કુલ રૂપિયા 8,445 કરોડનું દાન આપ્યું હતું, જે ગયા વર્ષની સરખામણીમાં 59% અને ત્રણ વર્ષ પહેલા કરતા 200% વધુ છે. ગુરુવારે જાહેર કરાયેલ એડલગિવ હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2023 અનુસાર, ટોચના 10 દાતાઓએ 5806 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું, જ્યારે ગયા વર્ષે એટલે કે નાણાકીય વર્ષ 2022માં આ રકમ 3,034 કરોડ રૂપિયા હતી. શિવ નાદર ઈન્ડિયા ફિલાન્થ્રોપીની યાદીમાં ટોચ પર છે, જ્યારે નિખિલ કામથ સૌથી યુવા પરોપકારી બન્યા છે. આઈટી કંપની એચસીએલના સહ-સ્થાપક 78 વર્ષીય શિવ નાદારે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. નાદર ભારતના સૌથી અમીર લોકોની યાદીમાં ચોથા સ્થાને છે પરંતુ દાનની બાબતમાં તેઓ નંબર વન છે.

