Pahalgam Special Train: કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ત્યાં દર્શન કરવા ગયેલા લોકોમાં ભય અને ગભરાટનો માહોલ છે. વિવિધ રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ તાત્કાલિક ખીણ છોડવા માંગે છે. આવી સ્થિતિમાં શ્રીનગર એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર ભારે ભીડ એકઠી થઈ ગઈ છે. આ દરમિયાન, રેલવેએ એક મોટો નિર્ણય લીધો છે. કાશ્મીરમાં ફસાયેલા મુસાફરોને મદદ કરવા માટે, કટરાથી દિલ્હી માટે રાત્રે 9:20 વાગ્યે એક ખાસ ટ્રેન ચલાવવામાં આવશે, જે ઉધમપુર પર 9:48 વાગ્યે અને જમ્મુ તાવી સ્ટેશન પર 11:00 વાગ્યે ઉભી રહેશે. આ ટ્રેન ગુરુવારે સવારે 9:30 વાગ્યે નવી દિલ્હી પહોંચશે.