Get App

Surat Diamond King: સ્કૂલ ડ્રોપઆઉટથી અબજોપતિ! કર્મચારીઓને Mercedes ભેટમાં આપનાર સાવજી ધોળકિયાની આ છે સંઘર્ષગાથા, ખિસ્સામાં હતા માત્ર 12.50 રૂપિયા

Surat Diamond King Svajibhai Dholakia: સુરતના હીરા ઉદ્યોગપતિ સાવજી ધોળકિયાએ માત્ર 5 ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. 12.50 રૂપિયા લઈને ગામડેથી નીકળેલા સાવજીકાકાએ કેવી રીતે ઉભું કર્યું 12,000 કરોડનું સામ્રાજ્ય? વાંચો તેમની પ્રેરણાદાયી કહાની.

MoneyControl Newsઅપડેટેડ Jan 08, 2026 પર 12:18 PM
Surat Diamond King: સ્કૂલ ડ્રોપઆઉટથી અબજોપતિ! કર્મચારીઓને Mercedes ભેટમાં આપનાર સાવજી ધોળકિયાની આ છે સંઘર્ષગાથા, ખિસ્સામાં હતા માત્ર 12.50 રૂપિયાSurat Diamond King: સ્કૂલ ડ્રોપઆઉટથી અબજોપતિ! કર્મચારીઓને Mercedes ભેટમાં આપનાર સાવજી ધોળકિયાની આ છે સંઘર્ષગાથા, ખિસ્સામાં હતા માત્ર 12.50 રૂપિયા
સાવજી ધોળકિયાનું માનવું છે કે કંપનીની પ્રગતિ ત્યારે જ થાય જ્યારે તેના કર્મચારીઓ ખુશ હોય. તેઓ પોતાના સ્ટાફને કર્મચારી નહીં પણ પરિવાર માને છે. દિ

Surat Diamond King Svajibhai Dholakia: ગુજરાત અને ખાસ કરીને સુરતનું નામ આવે એટલે હીરા ઉદ્યોગની વાત તો થાય જ, પણ જ્યારે "દિલદાર બોસ"ની વાત આવે ત્યારે સૌથી પહેલું નામ સાવજી ધોળકિયાનું લેવાય છે. કર્મચારીઓને બોનસમાં મિઠાઈનું બોક્સ નહીં, પણ લક્ઝરી કાર, ફ્લેટ અને જ્વેલરી આપનાર સાવજીકાકાની સફળતા પાછળ એક જબરદસ્ત સંઘર્ષ છુપાયેલો છે. સ્કૂલ ડ્રોપઆઉટ હોવા છતાં આજે તેઓ દુનિયાભરના હીરા વેપારીઓમાં મોટું નામ ધરાવે છે.

આજે આપણે વાત કરીશું એવા બિઝનેસમેનની જેમણે માત્ર 37 રૂપિયાની બચતથી શરૂઆત કરીને આજે 12,000 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતું સામ્રાજ્ય ઉભું કર્યું છે.

ગરીબીને કારણે ભણતર છૂટ્યું

સાવજી ધોળકિયાનો જન્મ ગુજરાતના અમરેલી જિલ્લાના દુધાળા ગામમાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી નબળી હતી કે તેમને નાનપણમાં જ શાળા છોડવી પડી. પૈસાની તંગીને કારણે તેઓ માત્ર 5 ધોરણ સુધી જ ભણી શક્યા. માત્ર 13 વર્ષની કાચી ઉંમરે જ્યારે બાળકો રમતા હોય છે, ત્યારે સાવજીભાઈના ખભા પર પરિવારની જવાબદારી આવી ગઈ હતી.

ખિસ્સામાં હતા માત્ર 12.50 રૂપિયા

વર્ષ 1977 સાવજીભાઈના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. કંઈક કરી છૂટવાની તમન્ના સાથે તેઓ પોતાના વતનથી સુરત આવવા નીકળ્યા ત્યારે તેમના ખિસ્સામાં માત્ર 12.50 રૂપિયા હતા. આજે કદાચ આ રકમ આપણને નાની લાગે, પણ એ જમાનામાં આટલા રૂપિયા જ તેમનું ભવિષ્ય નક્કી કરવાના હતા. સુરત પહોંચ્યા ત્યારે તેમની પાસે ન તો રહેવા માટે ઘર હતું કે ન તો કોઈ ઓળખીતું જે મદદ કરી શકે, પણ તેમણે હિંમત ન હારી.

ડાયમંડ પોલિશિંગથી કરી શરૂઆત

બધા સમાચાર

+ વધુુ વાંચો