Cyber security rules : બીજાના નામ પર સિમ કાર્ડ લેનારા અથવા ખોટા મેસેજ મોકલનારા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે હવે આવા લોકોના નામ બ્લેકલિસ્ટમાં રાખવામાં આવશે. હવે આ લોકોને 6 મહિનાથી 3 વર્ષ સુધી કોઈ કનેક્શન નહીં મળે. સાયબર ક્રાઈમ રોકવા માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગે બ્લેક લિસ્ટ બનાવવાનું શરૂ કર્યું છે. અન્ય કોઈના નામે સિમ કાર્ડ લેનાર અથવા કપટપૂર્ણ સંદેશા મોકલનાર વ્યક્તિઓ સાયબર સુરક્ષાને જોખમમાં મૂકે તેવું માનવામાં આવશે.