Get App

ધો-12 સામાન્ય પ્રવાહનું પરિણામ 73.27 ટકા જાહેર, ગત વર્ષ કરતાં 13 ટકા ઓછું આવ્યું રિઝલ્ટ

ગુજરાતી માધ્યમનું 72.83 ટકા પરિણામ અને અંગ્રેજી માધ્યમનું 79.16 ટકા પરિણામ રહ્યું છે. વિદ્યાર્થિનીઓનું 80.39 ટકા, વિદ્યાર્થીઓનું 67.03 ટકા રહ્યું છે. તેમજ 311 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ May 31, 2023 પર 11:05 AM
ધો-12 સામાન્ય પ્રવાહનું પરિણામ 73.27 ટકા જાહેર, ગત વર્ષ કરતાં 13 ટકા ઓછું આવ્યું રિઝલ્ટધો-12 સામાન્ય પ્રવાહનું પરિણામ 73.27 ટકા જાહેર, ગત વર્ષ કરતાં 13 ટકા ઓછું આવ્યું રિઝલ્ટ
ગુજરાત બોર્ડ ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓએ પોતાનો રોલ નંબર, જન્મ તારીખ સહિત અન્ય વિગતો GSEBની વેબસાઈટ પર જઈને પોતાનું પરિણામ જોઇ શકે છે.

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે. જે 73.27 ટકા પરિણામ રહ્યું છે. જે ગત વર્ષની સરખામણીમાં 13 ટકા જેટલું ઓછું રહ્યું છે. આ વર્ષે 3.49 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં વિદ્યાર્થિનીઓનું 80.39 ટકા, વિદ્યાર્થીઓનું 67.03 ટકા પરિણામ રહ્યું છે.

આ વર્ષે કચ્છ જિલ્લો 84.59 ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે રહ્યું છે. તો દાહોદ જિલ્લો 54.68 ટકા પરિણામ સાથે છેલ્લા ક્રમે જ્યારે દેવગઢ બારિયા કેન્દ્ર 26.28 ટકા પરિણામ સાથે છેલ્લા ક્રમે રહ્યું છે.

ગુજરાતી માધ્યમનું 72.83 ટકા પરિણામ અને અંગ્રેજી માધ્યમનું 79.16 ટકા પરિણામ રહ્યું છે. વિદ્યાર્થિનીઓનું 80.39 ટકા, વિદ્યાર્થીઓનું 67.03 ટકા રહ્યું છે. તેમજ 311 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે 44 શાળાઓમાં 10 ટકા કરતા ઓછું પરિણામ રહ્યું છે. ગત વર્ષે માત્ર એક શાળામાં 10 ટકા કરતા ઓછું પરિણામ હતું.

બોર્ડે આપી પરિણામ અંગેની માહિતી

બધા સમાચાર

+ વધુુ વાંચો