ઉસ્તાદ ઝાકિર હુસૈનનું સોમવારે 73 વર્ષની વયે અવસાન થયું. 3 અઠવાડિયાથી તેની સારવાર ચાલી રહી હતી. તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમને ICUમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે તેઓ હૃદયની સમસ્યાથી પીડાતા હતા. જો કે, તેમના પરિવારે એક નિવેદન બહાર પાડ્યું હતું કે ઝાકિર હુસૈનને આઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસ છે. જેના કારણે તેણે જીવ ગુમાવ્યો હતો.