WhatsApp હાલમાં વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે. દુનિયાભરમાં 3.5 અબજથી વધુ લોકો પોતાના ફોન પર WhatsAppનો ઉપયોગ કરે છે. તેના સરળ ઇન્ટરફેસ અને સલામતી સુવિધાઓએ તેને લોકોની પ્રિય મેસેજિંગ એપ્લિકેશન બનાવી છે. વોટ્સએપ તેના યુઝર્સની સુવિધા માટે નવા ફીચર્સ અને અપડેટ્સ લાવતું રહે છે, જેથી લોકોને નવો અનુભવ મળે. હવે કંપની ટૂંક સમયમાં તેના સ્ટેટસ સેક્શન માટે એક નવી સુવિધા રજૂ કરવા જઈ રહી છે.