Viral video: લોકો પૈસા કમાવવા અને પોતાનું જીવન સુધારવા માટે દિવસ-રાત મહેનત કરે છે. લોકોને પૈસા કમાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમ છતાં, કેટલાક લોકો પૈસાનું મહત્વ સમજી શકતા નથી. તેનું જીવતું જાગતું ઉદાહરણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોવા મળ્યું. વીડિયોમાં એક અબજોપતિ તેના ઘરની બહાર લાખો ડોલરની રોકડ ફેંકતો જોવા મળે છે. તે સ્પષ્ટ છે કે આ વ્યક્તિ બિનજરૂરી રીતે તેના પૈસા ઉડાવી રહ્યો છે. વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે તેના ઘર અને બેન્કમાં રોકડ રાખવા માટે જગ્યા ઓછી હશે.

