Get App

PM Modi in Sikkim: સિક્કિમના પ્રવાસે ગયેલા PM મોદીનો અનોખો અંદાજ, ગંગટોકમાં બાળકો સાથે રમી ફૂટબોલની રમત

PM નરેન્દ્ર મોદી અત્યારે સિક્કિમના પ્રવાસે છે. ગંગટોકમાં સવારના સમયે તેમણે સ્થાનિક બાળકો સાથે ફૂટબોલ રમીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેઓ અહીં 4,000 કરોડના વિકાસ કામોની ભેટ પણ આપશે.

MoneyControl Newsઅપડેટેડ Apr 28, 2026 પર 10:21 AM
PM Modi in Sikkim: સિક્કિમના પ્રવાસે ગયેલા PM મોદીનો અનોખો અંદાજ, ગંગટોકમાં બાળકો સાથે રમી ફૂટબોલની રમતPM Modi in Sikkim: સિક્કિમના પ્રવાસે ગયેલા PM મોદીનો અનોખો અંદાજ, ગંગટોકમાં બાળકો સાથે રમી ફૂટબોલની રમત
આ પળોની તસવીરો શેર કરતા PM મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, "ગંગટોકની આ એક સુંદર સવાર છે. સિક્કિમમાં મારા આ નાનકડા દોસ્તો સાથે ફૂટબોલ રમવાની મજા જ કંઈક અલગ છે.

PM Modi in Sikkim: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે સિક્કિમના બે દિવસીય મહત્વના પ્રવાસે છે. મંગળવારે સવારે ગંગટોકથી તેમની એવી તસવીરો સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહી છે. PM મોદીએ સિક્કિમના બાળકો અને યુવાનો સાથે ફૂટબોલ રમીને રમત પ્રત્યેનો પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

ગંગટોકમાં બાળકો સાથે ફૂટબોલની મજા

રાજધાની ગંગટોકની સુંદર સવારમાં PM મોદી એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે સ્થાનિક યુવાનો અને નાના બાળકો સાથે મેદાન પર ફૂટબોલની રમતનો આનંદ માણ્યો હતો. આ પળોની તસવીરો શેર કરતા PM મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, "ગંગટોકની આ એક સુંદર સવાર છે. સિક્કિમમાં મારા આ નાનકડા દોસ્તો સાથે ફૂટબોલ રમવાની મજા જ કંઈક અલગ છે!" તેમણે આ મુલાકાતને અત્યંત યાદગાર ગણાવી હતી.

ગઈકાલે યોજાયો હતો ભવ્ય રોડ શો

બધા સમાચાર

+ વધુુ વાંચો