WhatsApp Pink Scam: વોટ્સએપ પિંક સ્કેમ ઝડપથી ફેલાઈ રહ્યું છે. મુંબઈ, કેરળ, કર્ણાટક અને અન્ય રાજ્યોની સરકારો અને પોલીસ વિભાગોએ લોકોને આ કૌભાંડ અંગે ચેતવણી આપી છે. Whats App પિંક એ એન્ડ્રોઇડ યુઝર્સ માટે રેડ એલર્ટ છે. સરકારની સાયબર સિક્યોરિટી એજન્સીઓએ પણ ગુલાબી વોટ્સએપ કેસ સામે એડવાઈઝરી જાહેર કરી છે. ખરેખર સ્કેમર તમને આ ગુલાબી વોટ્સએપ એપ ડાઉનલોડ કરવા માટે મેસેજ કરે છે. નવા ફીચર્સથી સજ્જ આ નવા લુકમાં WhatsApp એપ્સ ડાઉનલોડ કરવાની પ્રોસેસમાં તમારા ફોનમાં એક ખતરનાક માલવેર આવે છે.

