ASEAN-India Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે આસિયાન નેતાઓની હાજરીમાં કહ્યું કે 21મી સદી એશિયાની છે. પીએમ મોદીએ કહ્યું કે આપણો ઈતિહાસ અને ભૂગોળ ભારત અને આસિયાનને એક કરે છે. સમિટમાં બોલતા પીએમ મોદીએ કહ્યું કે આસિયાન મહત્ત્વનું છે કારણ કે અહીં દરેકનો અવાજ સંભળાય છે. આસિયાન એ વિકાસનું કેન્દ્ર છે, કારણ કે વૈશ્વિક વિકાસમાં આસિયાન મહત્વની ભૂમિકા ભજવે છે. PM મોદી ગુરુવારે સવારે ASEAN-ભારત બેઠક અને પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેવા ઇન્ડોનેશિયા પહોંચ્યા હતા. આ દરમિયાન, વડા પ્રધાને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ક્ષેત્રમાં અન્ય દેશો સાથે ભારતની ભાગીદારી અંગે ચર્ચા કરી.

