Trade War: કેનેડા અને ચીન પછી હવે મેક્સિકો પણ અમેરિકા પર બદલો લેવા માટે ટેરિફ લાદવા જઈ રહ્યું છે. અમેરિકા દ્વારા ટેરિફ લાદવામાં આવ્યા બાદ, મેક્સિકોએ પણ બદલો લેવા માટે ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે જણાવ્યું હતું કે તેઓ રવિવારે મેક્સિકો સિટીના સેન્ટ્રલ પ્લાઝામાં એક જાહેર કાર્યક્રમમાં મેક્સિકો દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવનાર પ્રોડક્ટ્સની જાહેરાત કરશે. અમેરિકા દ્વારા ટેરિફ લાદવામાં આવ્યા બાદ શેનબૌમે આ જાહેરાત કરી હતી. શેનબૌમે કહ્યું અમેરિકાએ મેક્સિકોથી આયાત થતા પ્રોડક્ટ્સ પર 25 ટકા ડ્યુટી લાદી છે. "આ (યુએસ) નિર્ણયને સમર્થન આપતું કોઈ કારણ નથી,". આનાથી આપણા લોકો અને આપણા દેશો પર અસર પડશે.” શેનબૌમની જાહેરાત સૂચવે છે કે મેક્સિકો હજુ પણ આશા રાખે છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલ ટ્રેડ વોર "ડી-એસ્કેલેટ" થઈ શકે છે.