Get App

Air India Express Flight cancelled: એર ઈન્ડિયાની 78 ફ્લાઈટ્સ રદ્દ, એક સાથે Sick Leave પર ઉતર્યા ક્રુ મેમ્બર્સ

Air India Express Flight cancelled: એરલાઇન્સના વરિષ્ઠ ક્રૂ મેમ્બર્સ સામૂહિક માંદગી રજા પર ગયા છે, જેના કારણે કંપનીએ 78 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી છે.

MoneyControl Newsઅપડેટેડ May 08, 2024 પર 10:49 AM
Air India Express Flight cancelled: એર ઈન્ડિયાની 78 ફ્લાઈટ્સ રદ્દ, એક સાથે Sick Leave પર ઉતર્યા ક્રુ મેમ્બર્સAir India Express Flight cancelled: એર ઈન્ડિયાની 78 ફ્લાઈટ્સ રદ્દ, એક સાથે Sick Leave પર ઉતર્યા ક્રુ મેમ્બર્સ
Air India Express Flight cancelled: પ્રવાસીઓને પહેલા એર ઇન્ડિયા એ તપાસ માટે વિનંતી કરી છે.

Air India Express Flight cancelled: જો તમે આજે હવાઈ મુસાફરી કરવા જઈ રહ્યા છો તો તમારા માટે એક મોટા સમાચાર છે. એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ એરલાઈન્સે તેમની 78 ફ્લાઈટ કેન્સલ કરવી પડી હતી.

એર ઈન્ડિયા એક્સપ્રેસની 70 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. એરલાઈન્સના વરિષ્ઠ ક્રૂ મેમ્બર્સ બીમારીના બહાને એકસાથે રજા પર ગયા છે, જેના કારણે મંગળવાર રાતથી બુધવાર સવાર સુધી એર ઈન્ડિયા એક્સપ્રેસની 70થી વધુ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી છે. સૂત્રોએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે એરલાઇનના ઘણા વરિષ્ઠ ક્રૂ મેમ્બરોએ બીમારીને કારણે ડ્યુટી માટે રિપોર્ટ કરવાનો ઇનકાર કર્યો છે. સિવિલ એવિએશન ઓથોરિટી આ મામલાની તપાસ કરી રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે સિવિલ એવિએશન ઓથોરિટીના અધિકારીઓ બીમારીના બહાને રજા પર જવા બદલ વરિષ્ઠ ક્રૂ મેમ્બર સામે શું કાર્યવાહી કરવી તે અંગે વિચારણા કરી રહ્યા છે. એક અહેવાલ મુજબ મંગળવાર (7 મે)ની રાતથી બુધવાર (8 મે)ની સવાર સુધી કુલ 78 આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયા એક્સપ્રેસ મેનેજમેન્ટ હાલમાં ક્રૂ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેઓ ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇનમાં રોજગારની નવી મુદત સામે વિરોધ કરી રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો