Maruti Alto K10: મારુતિ સુઝુકીએ 6 એરબેગ્સ સાથે Alto K10-2025 લોન્ચ કરી છે. હવે, આ નાની હેચબેક કારના તમામ વેરિઅન્ટમાં 6 એરબેગ્સ મળશે. જોકે, 6 એરબેગ્સ સાથે તેની કિંમતમાં 16,000 રૂપિયાનો વધારો થયો છે. મારુતિ અલ્ટો K10 કુલ આઠ વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે, જેની કિંમત રુપિયા 4.23 લાખથી રુપિયા 6.21 લાખની વચ્ચે હશે. બે AMT વેરિઅન્ટ્સ છે - VXi અને VXi+ - જેની કિંમત અનુક્રમે રુપિયા 5.60 લાખ અને રુપિયા 6.10 લાખ છે. LXi અને VXi સાથે CNG ફ્યુઅલ ઓપ્શન ઉપલબ્ધ છે, જેની કિંમત અનુક્રમે રુપિયા 5.90 લાખ અને રુપિયા 6.21 લાખ છે. અલ્ટો K10 હાલમાં ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ સૌથી સસ્તી કાર છે. તેથી કંપનીએ તેનું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું છે.