વર્તમાન નાણાકીય વર્ષ (2024-25)ના પ્રથમ છ મહિનામાં ભારતમાંથી વ્હીકલની નિકાસ વાર્ષિક ધોરણે 14 ટકા વધી છે. કુલ નિકાસ મુખ્યત્વે પેસેન્જર વ્હીકલ અને ટુ-વ્હીલર્સના કન્સાઇનમેન્ટમાં વધારો થવાને કારણે વધી છે. આ માહિતી વ્હીકલ પ્રોડક્શનની સંસ્થા સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના ડેટામાંથી પ્રાપ્ત થઈ છે. સિયામના ડેટા અનુસાર, એપ્રિલ-સપ્ટેમ્બરમાં ભારતની વ્હીકલ નિકાસ 14 ટકા વધીને 25,28,248 યુનિટ થઈ છે જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 22,11,457 યુનિટ હતી.