Bajaj Freedom CNG bike: દુનિયાની પહેલી સીએનજી બાઇક ઈન્ડિયન માર્કેટમાં લોન્ચ થઈ ગઈ છે. દેશની દિગ્ગજ ઓટો મેન્યુફેક્ચરિંગ કંપની બજાજ ઓટોએ દુનિયા અને દેશની પહેલી સીએનજી બાઇક લોન્ચ કરી છે. કંપનીએ આ બાઇકને ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કરી છે અને તેની કિંમત માત્ર 95000 રૂપિયાથી શરૂ થાય છે. ખાસ વાત એ છે કે બાઇકમાં સીએનજી અને પેટ્રોલ માટે એક જ સ્વીચ આપવામાં આવી છે. એટલે કે પેટ્રોલથી સીએનજીમાં અથવા સીએનજીથી પેટ્રોલમાં શિફ્ટ કરતી વખતે બાઇકને રોકવાની જરૂર નહીં પડે. આ સિવાય બાઇકમાં ઘણા જોરદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. તેના સિવાય આ બાઇક 7 ડ્યુઅલ ટોન કલરમાં ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે બાઇકના લોન્ચિંગ સમયે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી પણ હાજર રહ્યા.