Get App

કાર માલિકો માટે મોટા સમાચાર! સરકાર 2029થી લાગુ કરશે BS-7 સ્ટાન્ડર્ડ, 3 તબક્કામાં બદલાશે વાહનોના નિયમો

BS-7 emission norms: ભારત સરકાર 1 એપ્રિલ 2029થી વાહનો માટે નવા BS-7 એમિશન સ્ટાન્ડર્ડ લાગુ કરવા જઈ રહી છે. 3 તબક્કામાં લાગુ થનાર આ નિયમોથી પેટ્રોલ, ડીઝલ અને EV પર શું અસર પડશે? જાણો સંપૂર્ણ માહિતી.

MoneyControl Newsઅપડેટેડ Oct 15, 2026 પર 11:00 AM
કાર માલિકો માટે મોટા સમાચાર! સરકાર 2029થી લાગુ કરશે BS-7 સ્ટાન્ડર્ડ, 3 તબક્કામાં બદલાશે વાહનોના નિયમોકાર માલિકો માટે મોટા સમાચાર! સરકાર 2029થી લાગુ કરશે BS-7 સ્ટાન્ડર્ડ, 3 તબક્કામાં બદલાશે વાહનોના નિયમો
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ અંગે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, 1989 માં સુધારો કરવા માટે એક ડ્રાફ્ટ (નિયમોનો મુસદ્દો) બહાર પાડ્યો છે અને લોકો પાસેથી 30 દિવસમાં સૂચનો માંગ્યા છે.

BS-7 emission norms: ભારતમાં પ્રદૂષણને કંટ્રોલ કરવા માટે સરકાર વાહનોના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. સરકારે પેસેન્જર કાર માટે 1 એપ્રિલ, 2029 થી નવા એમિશન સ્ટાન્ડર્ડ ભારત સ્ટેજ-7 (BS-7) લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નવા નિયમો માત્ર ધુમાડાને જ નહીં, પરંતુ ગાડીની બેટરી અને ટાયર ઘસાવાથી થતા પ્રદૂષણને પણ કંટ્રોલ કરશે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ અંગે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, 1989 માં સુધારો કરવા માટે એક ડ્રાફ્ટ બહાર પાડ્યો છે અને લોકો પાસેથી 30 દિવસમાં સૂચનો માંગ્યા છે. આ નિયમો મુખ્યત્વે કાર સહિત M1 કેટેગરીના વાહનો પર લાગુ થશે.

3 અલગ-અલગ તબક્કામાં લાગુ થશે BS-7 નિયમો

સરકારની યોજના છે કે BS-7 સ્ટાન્ડર્ડને એકસાથે લાગુ કરવાને બદલે અલગ-અલગ કેટેગરી માટે 3 તબક્કામાં લાગુ કરવામાં આવે. આ તબક્કાઓ એપ્રિલ 2029, એપ્રિલ 2031 અને એપ્રિલ 2035 થી શરૂ થશે. પ્રથમ તબક્કો શરૂ થાય તે પહેલાં જ ઓટોમોબાઈલ કંપનીઓને તૈયારી કરવા માટે લગભગ અઢી વર્ષનો સમય આપવામાં આવશે.

કયા તબક્કામાં શું બદલાશે?

પ્રથમ તબક્કો (એપ્રિલ 2029): આ તબક્કામાં વાહનના સાયલેન્સરથી નીકળતા ધુમાડાની લિમિટ વધુ કડક કરાશે. સાથે જ ઇંધણનો વપરાશ, વીજળીનો વપરાશ અને બેટરીની આવરદા (ટિકાઉ ક્ષમતા) ના નિયમો લાગુ થશે.

બીજો તબક્કો (એપ્રિલ 2031): ગાડીની બ્રેક મારવાથી જે રજકણો હવામાં ભળે છે અને ટાયર ઘસાવાથી જે પ્રદૂષણ થાય છે, તેના પર લિમિટ નક્કી કરવામાં આવશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો