દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ તેની નવી 7 સીટર કાર Invicto માટે બુકિંગ લેવાનું શરૂ કરી દીધું છે. મારુતિ સુઝુકી ઇન્વિક્ટો રૂપિયા 25,000 ની પ્રારંભિક ચુકવણી કરીને કોઈપણ નેક્સા ડીલરશીપ પર બુક કરી શકાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ભારતની સૌથી મોંઘી મારુતિ સુઝુકી કાર હશે. તે ટોયોટા ઈનોવા હાઈક્રોસનું રી-બેજ વર્ઝન છે અને તેને કર્ણાટકમાં ટોયોટાની ફેક્ટરીમાં વિકસાવવામાં આવશે.