New Rules for Cabs: જો તમે ઓફિસ જવા માટે કે ક્યાંક બહાર જવા માટે કેબ બુક કરો છો, તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. કેન્દ્ર સરકારે ઓલા, ઉબેર, રેપિડો અને અન્ય જેવા કેબ એગ્રીગેટર્સને તેની નવી માર્ગદર્શિકા હેઠળ પીક અવર્સ દરમિયાન મુસાફરો પાસેથી બેઝ ભાડું બમણું વસૂલવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત, નોન-પીક અવર્સ દરમિયાન ભાડું બેઝ રેટના 50 ટકાથી ઓછું ન હોઈ શકે. અગાઉ, આ રાઇડ-હેલિંગ કંપનીઓ મુસાફરીના પીક અવર્સ દરમિયાન ભાડાના 1.5 ગણા સુધી વસૂલ કરી શકતી હતી. નવા આદેશ મુજબ, હવે તેઓ બમણું ભાડું વસૂલ કરી શકશે, જે તમારા ખિસ્સાને ઢીલું કરી શકે છે.