કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઓટોમોબાઈલ બિઝનેસમાં અત્યાર સુધીની સૌથી વધુ 4.5 કરોડ રોજગારીના સર્જનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ભારતનો ઓટોમોબાઈલ બિઝનેસ આગામી પાંચ વર્ષમાં વિશ્વમાં પ્રથમ ક્રમે આવશે. અહીં વાહન ડીલર્સ સંસ્થા FADAના એક કાર્યક્રમને સંબોધતા ગડકરીએ કહ્યું કે ગ્લોબલ લેવલે ભારતીય વાહનોની માંગ ખૂબ જ વધારે છે. તેમણે કહ્યું કે, ભારતીય ઓટોમોબાઈલ બિઝનેસનું કદ હવે 22 લાખ કરોડ રૂપિયાનું છે. મને વિશ્વાસ છે કે પાંચ વર્ષમાં ભારતીય ઓટોમોબાઈલ બિઝનેસ વિશ્વમાં નંબર વન બનશે. યુએસ ઓટોમોબાઈલ બિઝનેસનું કદ હાલમાં રુપિયા 78 લાખ કરોડ છે, ત્યારબાદ ચીન (રુપિયા 47 લાખ કરોડ) અને ભારત (રુપિયા 22 લાખ કરોડ) આવે છે.