ઓલા ઈલેક્ટ્રિકે 26 નવેમ્બર મંગળવારના રોજ ઈલેક્ટ્રિક સ્કૂટરના 2 નવા મૉડલ લૉન્ચ કર્યા છે. આ સાથે ઇલેક્ટ્રિક સ્કૂટર મેન્યુફેક્ચરિંગ કંપનીએ પણ કોમર્શિયલ સ્કૂટર સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. ઓલાએ કોમર્શિયલ ઉપયોગ માટે Gig અને S1 Z નામના 2 મોડલ લોન્ચ કર્યા છે. કંપનીએ Gig સ્કૂટરના બે અલગ-અલગ વેરિઅન્ટ્સ, Gig અને Gig+ રજૂ કર્યા છે. બીજી તરફ, S1 Z ના બે અલગ-અલગ વેરિયન્ટ્સ પણ રજૂ કરવામાં આવ્યા છે, S1 Z અને S1 Z+. Ola ઈલેક્ટ્રિકના Gig અને Gig+ બંને સંપૂર્ણપણે વ્યાવસાયિક ઉપયોગ માટે હશે. જ્યારે S1 Z ને પેસેન્જર કેટેગરીમાં અને S1 Z+ ને કોમર્શિયલ કેટેગરીમાં લોન્ચ કરવામાં આવ્યો છે.