ઉત્તર કોરિયા સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર કોરિયાએ યુક્રેન સામે લડવા માટે લગભગ 10 સૈનિકો રશિયા મોકલ્યા છે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટર પેન્ટાગોનની પ્રવક્તા સબરીના સિંહે સોમવારે આ જાણકારી આપી. સિંહનું કહેવું છે કે આમાંથી કેટલાક સૈનિકો લડાઈ માટે યુક્રેનની નજીક પહોંચી ચૂક્યા છે.