China Taiwan dispute: ચીન અને તાઈવાન વચ્ચે ફરી એકવાર તણાવ વધતો જણાય છે. તાઈવાને ગુરુવારે દાવો કર્યો હતો કે ડઝનબંધ ચાઈનીઝ ફાઈટર પ્લેન તેની એરસ્પેસમાં પ્રવેશ્યા છે. તાઈવાની સૈન્યએ જણાવ્યું હતું કે 24 કલાકની અંદર ઓછામાં ઓછા 32 ચીની સૈન્ય વિમાન તેના પ્રદેશ પર જોવા મળ્યા હતા. આ વર્ષે તાઈવાનની એરસ્પેસમાં ચીની ઘૂસણખોરીની આ બીજી સૌથી મોટી ઘટના છે. આ વર્ષે જાન્યુઆરીના અંતમાં ચીનના 33 યુદ્ધ વિમાન તાઈવાન ટાપુની આસપાસ જોવા મળ્યા હતા. હવે ફરી એકવાર ચીનની ઉશ્કેરણીજનક હરકતો જોવા મળી રહી છે.

