Chinese AI model: ચીનના DeepSeek AI મોડેલે ગ્લોબલ ટેક ઉદ્યોગમાં હલચલ મચાવ્યા બાદ હવે ચીને એક નવું AI મોડેલ, Kling AI 2.0, લોન્ચ કર્યું છે, જે હોલિવૂડ-ક્વોલિટી વીડિયો ચપટીમાં જનરેટ કરવામાં સક્ષમ છે. આ નવા AIએ અમેરિકાની સિલિકોન વેલીમાં ફરી એકવાર ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે તે OpenAIના Sora AIને સીધી ટક્કર આપે છે. ચીન આ મોડેલને વિશ્વનું સૌથી પાવરફૂલ AI વીડિયો જનરેટર ગણાવે છે.