Get App

વિકસિત ભારત માટે CIIની બ્લૂપ્રિન્ટ: 14 સેક્ટરમાં 250થી વધુ સુધારાની ભલામણો

Developed India CII Reforms: CIIએ વિકસિત ભારત માટે 14 સેક્ટરમાં 250થી વધુ સુધારાની ભલામણો સાથે બ્લૂપ્રિન્ટ રજૂ કરી. જાણો GST, નિજીકરણ, ઊર્જા નીતિ અને રોજગાર નીતિ પરના મહત્વના સૂચનો વિશે.

MoneyControl Newsઅપડેટેડ Aug 25, 2025 પર 2:33 PM
વિકસિત ભારત માટે CIIની બ્લૂપ્રિન્ટ: 14 સેક્ટરમાં 250થી વધુ સુધારાની ભલામણોવિકસિત ભારત માટે CIIની બ્લૂપ્રિન્ટ: 14 સેક્ટરમાં 250થી વધુ સુધારાની ભલામણો
આ રિપોર્ટ ભારતના આર્થિક વિકાસને નવી દિશા આપવા અને વૈશ્વિક સ્તરે તેની સ્થિતિ મજબૂત કરવા માટે એક મહત્વનું પગલું છે.

Developed India CII Reforms: કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)એ ભારતને વૈશ્વિક સ્તરે પ્રતિસ્પર્ધી બનાવવા માટે એક વ્યાપક બ્લૂપ્રિન્ટ રજૂ કરી છે. આ રિપોર્ટમાં 14 મહત્વના સેક્ટરમાં 250થી વધુ સુધારાની ભલામણો કરવામાં આવી છે, જેમાં સરળ GST માળખું, પ્રાઇવેટાઇઝેશન ઓફ નોન સ્ટ્રેટેજીક પબ્લીક સેક્ટર યુનિટ, રિઝનેબલ ફી સ્ટ્રક્ચર, ઝડપી વિવાદ નિરાકરણ અને રાષ્ટ્રીય રોજગાર તેમજ ગિગ ઇકોનોમી નીતિઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

CIIના અધ્યક્ષ રાજીવ મેમાનીએ જણાવ્યું કે, આ ભલામણો સરકારના ‘વિકસિત ભારત’ના વિઝન સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. ઉદ્યોગના નેતાઓ, અર્થશાસ્ત્રીઓ અને નીતિ નિષ્ણાતો સાથેની ચર્ચાઓ બાદ તૈયાર કરાયેલો આ દસ્તાવેજ નીતિ નિર્માણમાં નવા વિચારો લાવશે. તેમણે ઉમેર્યું કે, આ બ્લૂપ્રિન્ટ એક જીવંત દસ્તાવેજ છે, જે સતત વિકસિત થશે.

મુખ્ય સુધારા કયા છે?

રિપોર્ટમાં નીચેના મુખ્ય સુધારાઓનો સમાવેશ થાય છે:-

આર્થિક સુધારા: રાજકોષીય સુજાણપણું, ઇનફ્લેશન કંટ્રોલ અને મોર્ડન ન્યુમરિકલ સિસ્ટમ.

પ્રાઇવેટાઇઝેશન: પ્રાઇવેટાઇઝેશન ઓફ નોન સ્ટ્રેટેજીક પબ્લીક એનટેટીઝ અને સોવરન વેલ્થ ફંડની સ્થાપના.

શ્રમ અને રોજગાર: સુવ્યવસ્થિત શ્રમ કોડ, ન્યૂનતમ વેતન માળખું અને ગિગ ઇકોનોમી નીતિઓ.

બધા સમાચાર

+ વધુુ વાંચો