AIIMS Fire: રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) બિલ્ડીંગમાં સોમવારે ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની છ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે. મળતી માહિતી મુજબ હોસ્પિટલના એન્ડોસ્કોપી રૂમમાં આગ લાગી હતી. તમામ દર્દીઓને હોસ્પિટલમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

