Israel war Cabinet: છેલ્લા 7 મહિનાથી ચાલી રહેલા ઈઝરાયેલ-હમાસ યુદ્ધને રોકવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસો તેજ થઈ ગયા છે. ગાઝા સંકટના ઉકેલ માટે સાઉદી અરેબિયા અને ઇજિપ્ત વચ્ચે વાતચીત ચાલી રહી છે. આ દરમિયાન ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિને લઈને ઈઝરાયેલના મંત્રીઓ વચ્ચે મતભેદો સામે આવ્યા છે.