પીટીઆઈના અહેવાલ મુજબ, ટ્રમ્પ વહીવટીતંત્રે એક નોટિસ ઇશ્યૂ કરીને કહ્યું છે કે તેમણે USAIDમાં કામ કરતા 2,000 કર્મચારીઓને કાઢી મૂક્યા છે અને હજારો અન્ય કર્મચારીઓને રજા પર મોકલી દીધા છે. એપીના અહેવાલ મુજબ, એક સંઘીય ન્યાયાધીશે USAIDના કર્મચારીઓને કામ પરથી હટાવવાની મંજૂરી આપ્યા બાદ ટ્રમ્પ પ્રશાસનનું આ પગલું લેવામાં આવ્યું છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ કાર્લ નિકોલ્સે ઘણા કર્મચારીઓને છૂટા કરવાની સરકારની યોજના પર કામચલાઉ સ્ટે માટે કર્મચારીઓની વિનંતીને નકારી કાઢી હતી.