BitConnect Scam: એક મોટી કાર્યવાહી કરતા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અમેરિકામાં એક વોન્ટેડ આરોપી પાસેથી 1,646 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વિદેશી નાગરિકોએ પણ બિટકનેક્ટમાં "રોકાણ" કર્યું છે અને "મુખ્ય આરોપી" યુએસમાં ફેડરલ અધિકારીઓ દ્વારા તપાસ હેઠળ છે. EDએ છેતરપિંડીભર્યા રોકાણ યોજનામાં મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે 1,646 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી છે. આ માહિતી આપતાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે સુરક્ષા રોકાણના નામે ઘણા થાપણદારો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.