ભારતની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ ફ્લિપકાર્ટ ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડને નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC)નું લાઇસન્સ આપ્યું છે. આ લાઇસન્સની મદદથી ફ્લિપકાર્ટ હવે પોતાના ગ્રાહકો અને પ્લેટફોર્મ પરના સેલર્સને સીધી લોન આપવાની સુવિધા શરૂ કરી શકશે. આ ભારતમાં કોઈ મોટા ઈ-કોમર્સ પ્લેટફોર્મને મળેલું પ્રથમ NBFC લાઇસન્સ છે, જેના દ્વારા ફ્લિપકાર્ટ લોન આપી શકશે, પરંતુ ડિપોઝિટ સ્વીકારવાની મંજૂરી નથી.