Get App

IMD Weather Alert: 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, બિહાર-બંગાળમાં મેઘતાંડવ- જાણો કેવું રહેશે હવામાન

ભારતીય હવામાન વિભાગે 13 જુલાઈ 2026 માટે દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. બિહાર, બંગાળ અને યુપી સહિતના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી. જાણો લેટેસ્ટ હવામાન અપડેટ.

MoneyControl Newsઅપડેટેડ Jul 13, 2026 પર 10:00 AM
IMD Weather Alert: 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, બિહાર-બંગાળમાં મેઘતાંડવ- જાણો કેવું રહેશે હવામાનIMD Weather Alert: 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, બિહાર-બંગાળમાં મેઘતાંડવ- જાણો કેવું રહેશે હવામાન
આજે કોસ્ટલ આંધ્રપ્રદેશના અમુક ભાગોમાં લૂની સ્થિતિ જોવા મળી શકે છે. જ્યારે ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં હવામાન ખૂબ જ ગરમ અને ભેજવાળું રહેશે.

IMD Weather Alert: દેશના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે ચોમાસું જમાવટ કરી રહ્યું છે અને ઘણા રાજ્યોમાં કાળાડિબાંગ વાદળોએ ડેરો જમાવ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા 13 જુલાઈ 2026 માટે હવામાનનું લેટેસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ઉત્તર-પૂર્વ બિહાર, દક્ષિણ બાંગ્લાદેશ અને ઉત્તર-પૂર્વ અસમ પર અલગ-અલગ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ બનેલું છે. આ તમામ સિસ્ટમની સંયુક્ત અસરને કારણે આજે બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને અસમ સહિત દેશના લગભગ 13 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને તેજ આધી-તોફાનનું એલર્ટ આપવામાં આવ્યું છે.

આ રાજ્યોમાં મૂશળધાર વરસાદનું એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે દેશના કેટલાક મુખ્ય રાજ્યોમાં સાંબેલાધાર વરસાદ પડવાની પૂરી શક્યતા છે. આ રાજ્યોની યાદી નીચે મુજબ છે,,,

બિહાર

ગંગા કિનારાના પશ્ચિમ બંગાળના વિસ્તારો

અસમ અને મેઘાલય

બધા સમાચાર

+ વધુુ વાંચો