ગયા વર્ષે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદથી આખી દુનિયા ઉથલપાથલનો સામનો કરી રહી છે. પરંતુ ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા તે દિવસથી આ ઉથલપાથલ વધુ વધી ગઈ. અમેરિકાને ફરીથી મહાન બનાવવાના વચન પર ચૂંટણી જીત્યા પછી, ટ્રમ્પે પોતાના વચનો પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. અમેરિકન મેન્યુફેક્ચરિંગ સેક્ટર અંગે ટ્રમ્પની રણનીતિએ વિશ્વના તે તમામ દેશો માટે માથાનો દુખાવો વધારી દીધો છે, જે પોતાને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે કોમ્પિટિશન કરી રહ્યા છે. ટ્રમ્પની નીતિઓની ભારત પર પણ ઊંડી અસર પડશે તે ચોક્કસ છે.

