Trump on Bangladesh crisis: બાંગ્લાદેશ ઇમરજન્સીમાં અમેરિકાની ભૂમિકા વધુ ઊંડી હોવાની કોઈપણ સલાહને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નકારી કાઢી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે આ મામલો વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંભાળવામાં આવશે. વોશિંગ્ટનમાં દ્વિપક્ષીય બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં ટ્રમ્પે કહ્યું, "હું બાંગ્લાદેશને પીએમ મોદી પર છોડી દઉં છું." ભારતના પાડોશી દેશમાં ચાલી રહેલી અરાજકતા વચ્ચે ટ્રમ્પનું આ એક મોટું નિવેદન માનવામાં આવી રહ્યું છે. તેમણે સ્પષ્ટપણે સંકેત આપ્યો કે પીએમ મોદીએ બાંગ્લાદેશના મુદ્દાઓને પોતાના વિવેકબુદ્ધિથી સંભાળવા જોઈએ. આ સંદર્ભમાં ભારત જે કંઈ કરશે તેને અમેરિકન સરકાર સમર્થન આપશે.