Ayodhya Ram Mandir: કર્ણાટક બાદ મહારાષ્ટ્રમાં ભગવાન રામના નામ પર રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. શરદ પવારના NCPના નેતા ડૉ. જિતેન્દ્ર આવ્હાડે ભગવાન રામને માંસાહારી ગણાવ્યા હતા, જેના પર ભાજપના નેતા રામ કદમે તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે પણ આ નિવેદનની નિંદા કરી છે. અયોધ્યાના પરમહંસ આચાર્યએ પણ ચેતવણી આપી છે.