Supreme Court: એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે જીવન વીમા પોલિસી ખરીદનારાઓને ચેતવણી આપી છે અને કહ્યું છે કે જો પોલિસી ખરીદતી વખતે અગાઉ લીધેલી પોલિસીઓ દરખાસ્ત ફોર્મમાં જાહેર કરવામાં ન આવે, તો દાવો નકારી શકાય છે. જોકે, સુપ્રીમ કોર્ટે જે કેસની સુનાવણી કરી રહી હતી તેમાં અપીલકર્તાની તરફેણમાં ચુકાદો આપ્યો છે અને વીમા કંપનીને 9 ટકા વાર્ષિક વ્યાજના દરે વીમા રકમ ચૂકવવા અને દાવાની પતાવટ કરવાનો નિર્દેશ આપ્યો છે.