ભારતમાં વૈજ્ઞાનિકો સોલાર એરક્રાફ્ટ તૈયાર કરી રહ્યા છે જે ખૂબ જ ક્રાંતિકારી સાબિત થશે. આ પ્લેન એક સમયે 90 દિવસ સુધી ઉડાન ભરી શકશે. આનું એક નાનું વર્ઝન તૈયાર કરવામાં આવ્યું છે, જેણે 10 કલાક સુધી સફળતાપૂર્વક ઉડાન ભરી છે. આ પ્લેનને હાઈ એલ્ટિટ્યુડ પ્લેટફોર્મ (HAP) નામ આપવામાં આવ્યું છે. તે બેંગલુરુમાં નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ (NAL) માં તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ પ્લેન સૌર ઉર્જા પર ચાલશે અને તેમાં કોઈ પાઈલટ નહીં હોય. ઓટોમેટિક મોડ પર, તે 17થી 20 કિમીની ઉંચાઈ પર સતત દિવસ અને રાત ઉડશે. તેને સ્યુડો સેટેલાઇટ પણ કહેવામાં આવી રહ્યું છે. HAPSનો સૌથી મોટો ફાયદો એ થશે કે તે દુશ્મન વિસ્તાર પર નજર રાખવામાં મદદરૂપ થશે.

