ભારતે લોકલ બિઝનેસને સસ્તી ઇમ્પોર્ટથી બચાવવા માટે ચીન અને જાપાનથી ઇમ્પોર્ટ થતા વોટર ટ્રિટમેન્ટ કેમિકલ્સ પર પાંચ વર્ષ માટે પ્રતિ ટન 986 ડોલર સુધીની એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદી છે. પીટીઆઈના સમાચાર અનુસાર, નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નોટિફિકેશનમાં આ માહિતી આપવામાં આવી છે. કોમર્સ મિનિસ્ટ્રીની તપાસ શાખા, ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ (DGTR) ની ભલામણોને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.