વિદેશમાંથી મોકલવામાં આવતા નાણાંના સંદર્ભમાં ભારતે મજબૂત હાજરી નોંધાવી છે. વિદેશમાં રહેતા ભારતીયોએ ગયા વર્ષે એટલે કે 2023માં 120 બિલિયન ડોલર સ્વદેશ મોકલ્યા હતા. આ સમાન સમયગાળામાં મેક્સિકોને મળેલા $66 બિલિયનના આંકડો લગભગ બમણો છે. વિશ્વ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે. ચીન ($50 બિલિયન), ફિલિપાઇન્સ ($39 બિલિયન) અને પાકિસ્તાન ($27 બિલિયન) રેમિટન્સ પ્રાપ્ત કરનારા ટોચના પાંચ દેશોમાં છે.

