Israel Hamas war: ઈઝરાયેલ પર હુમલો કરનાર આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ સતત યહૂદીઓને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. દરમિયાન, શનિવારે હિઝબુલ્લાએ ઇઝરાયેલના કંટ્રોલ હેઠળના ગોલાન હાઇટ્સના મજદલ શમ્સ શહેરમાં ફૂટબોલ ગ્રાઉન્ડ પર રોકેટ હુમલો કર્યો હતો. આમાં બાળકો સહિત ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હતા. જોકે, હિઝબુલ્લાહે હુમલાની જવાબદારી લેવાનો ઇનકાર કર્યો હતો.

