Manipur Violence: દેશના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ભારે હંગામો અને હિંસા થઈ હતી. હિંસા બાદ રાજ્યના 8 જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો અને ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ પણ 5 દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેના અને આસામ રાઈફલ્સને ચાર્જ સંભાળવો પડ્યો હતો અને લગભગ સાડા સાત હજાર લોકોને હિંસા પ્રભાવિત વિસ્તારોમાંથી બહાર કાઢીને રાહત શિબિરોમાં ખસેડવા પડ્યા હતા.

