Dalai Lama: ચીનના વાંધો છતાં અમેરિકન સાંસદોનું એક ગ્રુપ તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાને મળ્યું છે. સંસદના ભૂતપૂર્વ સ્પીકર નેન્સી પેલોસી સહિત યુએસ સાંસદોએ બુધવારે હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સાંસદોએ કહ્યું કે દલાઈ લામાના ઉત્તરાધિકારીને પસંદ કરવામાં ચીનની કોઈ ભૂમિકા હોઈ શકે નહીં. અમેરિકા તેને આવું કરવા પણ નહીં દે. અમેરિકન સાંસદોનું આ નિવેદન એટલા માટે મહત્વનું છે કારણ કે ચીન દલાઈ લામાના ઉત્તરાધિકારી કર્મપા લામાની પસંદગીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.